પટના, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) બિહારમાં લખીસરાય જિલ્લાના કબૈયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંજાબી મહોલ્લામાં સોમવારે પ્રેમ પ્રકરણના કારણે અંધાધૂંધ ગોળીબારમાં એક પરિવારના છ સભ્યોને ગોળી મારી દેવામાં આવી હતી. જેમાંથી બેના મોત થયા છે. ડીએમ અમરેન્દ્ર કુમાર, એસપી પંકજ કુમાર અને એએસપી રોશન કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
આ ફાયરિંગમાં શશિભૂષણ ઝા ના બે પુત્રો ચંદન ઝા અને રાજેન્દ્ર ઝા ના મોતની પુષ્ટિ થઈ છે. શશિભૂષણ ઝા, તેમનો બીજો પુત્ર દુર્ગા ઝા, પુત્રવધૂ લવલી દેવી, પત્ની રાજનંદન ઝા અને પ્રીતિ દેવી, પત્ની કુંદન ઝા ઘાયલ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
એસપીએ જણાવ્યું કે, ફાયરિંગ કરનાર આશિષ ચૌધરી નો સામેના ઘરની છોકરી સાથે સંબંધ હતો. યુવતીનો પરિવાર ઇચ્છતો ન હતો કે તે તેની સાથે લગ્ન કરે. આ કારણોસર આશિષે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ગોવિંદ /મુકુંદ / ડો. હિતેશ/માધવી
