
નાગપુર, નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ. સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા (સરસંઘચાલક) ડૉ. મોહનરાવ ભાગવતે વિજયાદશમીના દિવસે સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવાર અને ગુરુજી સ્મૃતિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રખ્યાત ગાયક પદ્મશ્રી શંકર મહાદેવન પણ તેમની સાથે હતા. આરએસએસ ની સ્થાપનાના 98માં વર્ષ નિમિત્તે આયોજિત મુખ્ય સમારોહના મુખ્ય અતિથિ શંકર મહાદેવન છે. સ્મૃતિ મંદિર પહોંચતા પહેલા, સરસંઘચાલક ડો.મોહન ભાગવત અને શંકર મહાદેવને નાગપુરના સ્વયંસેવકો ના પથ-સંચલન નું નિરીક્ષણ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં મોહિતે કા બડા નામના સ્થળે કરવામાં આવી હતી. ત્યારથી સંઘ દર વર્ષે વિજયાદશમીના દિવસે તેનો સ્થાપના દિવસ ઉજવે છે. દર વર્ષે, સામાજિક જીવનની પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ જાહેર સમારોહના મુખ્ય અતિથિ હોય છે, જ્યારે મુખ્ય સંબોધન સંઘના વડા દ્વારા આપવામાં આવે છે, જેમાં સંઘના નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને વર્તમાન પડકારો પર તેમનો દૃષ્ટિકોણ સ્પષ્ટ હોય છે.
આ વર્ષના મુખ્ય અતિથિ શંકર મહાદેવને, સમારોહમાં હાજરી આપતા પહેલા કહ્યું હતું કે, તેઓ આ શિસ્તબદ્ધ અને વિશાળ સંસ્થાના સ્થાપના દિવસે આપવામાં આવેલ સન્માન મેળવીને અભિભૂત થયા છે. આ સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ નીતિન ગડકરી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/જિતેન્દ્ર / ડો. હિતેશ
