અયોધ્યાધામ, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.) ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાધામમાં ખુશીના દીવા ઝળહળી રહ્યા છે. તમામ દિશાઓ અખંડ રામધૂનના નાદથી ગુંજી રહી છે. 22 જાન્યુઆરીની તારીખ ભારત માટે ખૂબ જ શુભ અને ભાવનાત્મક રહેશે. સોમવારે અહીં નવનિર્મિત શ્રી રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પહેલા પાંચ દિવસ સુધી વૈદિક અનુષ્ઠાન કરવામાં આવતું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, આજે (રવિવારે) 114 કાળશ વિવિધ ઔષધીય જળથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવશે.
ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે સાત દિવસીય અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આ ક્રમમાં, 20મી જાન્યુઆરીના રોજ પુષ્પધિવાસ, સર્કરાધિવાસ અને ફળાધિવાસ કરવામાં આવ્યા હતા. નિત્ય પૂજા, હવન વગેરેની સાથે સાકર અને ફળોની પણ વિધિ કરવામાં આવી હતી. દિવ્ય અને ભવ્ય મંદિરના પ્રાંગણમાં 81 કલશો સ્થાપિત કરીને પૂજા કરવામાં આવી હતી. સાંજે પૂજા અને આરતી પણ થઈ. શુક્રવારે, મૈસુરના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી શ્રી રામલલાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શ્રી રામ લલ્લા સમક્ષ 140 કરોડ ભારતીયોની ભાવનાઓને રજૂ કરશે. અયોધ્યાધામમાં લઘુ-ભારત જોવા મળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે, શ્રી રામ જન્મભૂમિ મંદિરની સ્થાપના એ ભારતના સાંસ્કૃતિક પુનરુજ્જીવનની આધ્યાત્મિક વિધિ છે. આ રાષ્ટ્રીય મંદિર છે. શ્રી રામ લલ્લા દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા, એ રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક પ્રસંગ છે. રામની કૃપાથી હવે અયોધ્યાની પારંપરિક પરિક્રમામાં ક્યારેય કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં. અયોધ્યાની ગલીઓમાં ગોળીઓ નહીં ચાલે. સરયુજીને લોહીથી રંગવામાં નહીં આવે. કર્ફ્યુથી અયોધ્યામાં વિનાશ નહીં થાય. અહીં માત્ર ઉજવણી થશે. રામનામ સંકીર્તન ગુંજી ઉઠશે. અવધપુરીમાં રામલલાનું નિવાસસ્થાન એ ભારતમાં રામરાજ્યની સ્થાપનાની ઘોષણા પણ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
