શિમલા, નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ.) હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સુખુ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ આજે બપોરે થશે. રાજ્યપાલ શપથ ગ્રહણ સમારોહ માટે, દિલ્હીથી શિમલા પરત ફર્યા બાદ સાંજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
શપથ ગ્રહણ માટે રાજભવને કામચલાઉ 4:45 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. મંત્રી બની શકે તેવા સંભવિત ધારાસભ્યોને, શિમલા બોલાવવામાં આવ્યા છે. બિલાસપુર જિલ્લાના એકમાત્ર ધારાસભ્ય રાજેશ ધર્માણી મંત્રી તરીકે શપથ લેશે. રાજેશ ધર્માણી, ઘુમરવીન વિધાનસભા બેઠક પરથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ મુખ્યમંત્રી સુખુના નજીકના ગણાય છે.
સુખુ કેબિનેટમાં મંત્રીઓની ત્રણ જગ્યાઓ ખાલી છે. જો કે કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી સુખુએ સ્પષ્ટ કર્યું હતું કે, મંત્રીમંડળનું વિસ્તરણ આ મહિને કરવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓને પગલે રાજકીય વર્તુળોમાં ઉત્તેજના વધી હતી.
મળતી માહિતી મુજબ, આ કેબિનેટ વિસ્તરણમાં એકથી ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓએ તેમના વિભાગ બદલવાની અફવા છે. આ વિગતમાં રાજેશ ધર્માણીનું નામ ફાઈનલ છે. તેણે પોતે તેની પુષ્ટિ કરી છે. કાંગડા જિલ્લાના જયસિંહપુરથી ધારાસભ્ય યાદવેન્દ્ર ગોમાનું નામ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. કેબિનેટ વિસ્તરણમાં જાતિ અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખવામાં આવશે. રાજેશ ધર્માણી બ્રાહ્મણ સમુદાયના છે, જ્યારે યાદવેદ્ર ગોમા અનુસૂચિત જાતિમાંથી આવે છે. 15 વિધાનસભા બેઠકો ધરાવતા કાંગડા જિલ્લામાં હાલમાં માત્ર એક મંત્રી છે.
કેબિનેટ માટેના અન્ય દાવેદારોમાં કાંગડા જિલ્લાના ધર્મશાલાથી સુધીર શર્મા અને હમીરપુર જિલ્લાના સુજાનપુરના રાજેન્દ્ર રાણાનો સમાવેશ થાય છે. સુધીર શર્મા અગાઉની કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. જ્યારે રાજેન્દ્ર રાણાએ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલને હરાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વીરભદ્ર સિંહની હલીલાજ કેમ્પ સુધીર શર્મા અને રાજેન્દ્ર રાણાને મંત્રી બનાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.
વર્તમાન સુખુ કેબિનેટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત, 9 મંત્રીઓનો સમાવેશ થાય છે. જ્યારે કેબિનેટમાં વધુમાં વધુ 12 મંત્રી બનાવી શકાય છે. એક વર્ષ પહેલા 11 ડિસેમ્બરે સુખવિંદર સિંહ સુખુ અને મુકેશ અગ્નિહોત્રીએ, અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્ય સરકારે ગઈકાલે જ પોતાનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. સુખુ સરકારનું આ બીજું કેબિનેટ વિસ્તરણ હશે.
હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ / સુનીલ / ડો. હિતેશ/માધવી
