નવી દિલ્હી, 12 ડિસેમ્બર(હિ. સ.) વર્ષ 2023 શાહરુખ ખાન માટે એટલું જ મહત્વપૂર્ણ હતું, જેટલું દેઓલ પરિવાર માટે હતું. તાજેતરમાં બોબી દેઓલને એક નાનકડી, પરંતુ મહત્વની ભૂમિકામાં અભિનીત ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ પહેલા ધર્મેન્દ્રએ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં, મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની પહેલા સની દેઓલે ‘ગદર 2’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ‘સની દેઓલે ખરેખર ગદર-2થી જીતવાની શરૂઆત કરી હતી, પરંતુ હવે લાગે છે કે, સની દેઓલ હારી ગયો છે.
થોડા દિવસો પહેલા, નશામાં ધૂત થઈને રોડ પર ફરતા સની નો એક વીડિયો, વાયરલ થયો હતો, પરંતુ તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે વાસ્તવિક નથી પરંતુ કોઈ ફિલ્મનો સીન છે. હવે સનીના ગુમ થવાના પોસ્ટર સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છે, જેણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. એટલું જ નહીં, આ પોસ્ટર્સ સનીના સંસદીય ક્ષેત્રમાં જોવા મળ્યા છે. સની બોલિવૂડમાં જેટલો લોકપ્રિય છે એટલી જ સંસદીય ક્ષેત્રમાં પણ તેની ટીકા થાય છે.
સની દેઓલ, ગુરદાસપુર સીટથી સાંસદ છે. ત્યાંના કાર્યકરોની ફરિયાદ છે કે ચૂંટણી બાદ સનીએ પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાત પણ લીધી નથી. ગુરદાસપુરમાં અમારા સાંસદ ગુમ છે, જે તેને શોધી કાઢશે તેને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, પોસ્ટર જોવા મળી રહ્યા છે. લોકોએ આ ફોટો પર કોમેન્ટ પણ કરી છે.
આ પહેલા પણ એ વાત સામે આવી છે કે, સંસદીય ક્ષેત્રને અવગણવા બદલ સની ની ટીકા થઈ હતી. ગુરદારપુર-પઠાણકોટના બસ સ્ટેન્ડ પર સની દેઓલ ગુમ હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ પોસ્ટરો મુસાફરોમાં પણ વહેંચવામાં આવ્યા છે. ‘ગદર-2’ની અપાર સફળતા બાદ ફરી એકવાર સની દેઓલનો ક્રેઝ વધી ગયો છે. સની ટૂંક સમયમાં રાજકુમાર સંતોષી સાથે એક ફિલ્મમાં જોવા મળશે અને એવી પણ અફવા છે કે, આ ફિલ્મમાં આમિર ખાન પણ જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / ડો. હિતેશ / માધવી
