સુરત,12 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશય થી સુરતના માંગરોલ તાલુકાના મોટી પારડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનો ઢોલ નગાડા સાથે ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી. જેમાં સુરત તાલુકા પંચાયત સભ્ય મનહર વસાવા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન,પીએમ કિસાન સન્માન નિધી, વય વંદન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી,પશુપાલન માટેની યોજના, તેમજ આઇસીડીએસ માંથી મળતી તમામ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમજ આંગણવાડી દ્વારા વિવિધ વાનગીઓનો નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય મનહર વસાવા, I.C.D.S મુખ્ય સેવિકા નયનિકાબેન તેમજ આરોગ્ય શાખાના હેમંતભાઈ, તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અશોક પરમાર, ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દુબેન, ડે. સરપંચ જયકિશનભાઈ, આંગણવાડી વર્કર, તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
