નવી દિલ્હી,18 જાન્યુઆરી (હિ.સ.) સ્વચ્છ તીર્થ અભિયાન હેઠળ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે દિલ્હીના વિશ્વાસ નગરમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં શ્રમ દાન કર્યું. આ દરમિયાન તેમણે મંદિરમાં પૂજા પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ પહેલા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું છે. આ અભિયાન અંતર્ગત ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો દેશભરમાં ધાર્મિક સ્થળોએ શ્રમદાન કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/દધીબલ
