ઉત્તરકાશી, નવી દિલ્હી, 28, નવેમ્બર (હિ. સ.) ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારો માટે બચાવ કામગીરીના 17મા દિવસે, આજે (મંગળવારે) સવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અહીં પહોંચ્યા હતા. તેમણે બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, લગભગ 52 મીટરનું કામ થઈ ગયું છે (પાઈપ નાખવામાં આવી છે. 57 મીટરની આસપાસ સફળતા મળશે તેવી અપેક્ષા છે. મારી સામે એક મીટરની પાઈપ અંદર ગઈ હતી, જો વધુ બે મીટર નાખવામાં આવે તો તે. 54 મીટરની આસપાસ થશે. ત્યાર બાદ, બીજી પાઇપનો ઉપયોગ કરવામાં આવશે. અગાઉ સ્ટીલના ગર્ડર્સ (ડ્રિલિંગ દરમિયાન) મળી આવતા હતા, તે હવે ઘટી ગયા છે. અત્યારે, અમે વધુ કોંક્રીટ શોધી રહ્યા છીએ.
સૂત્રોનું કહેવું છે કે, વર્ટિકલ ડ્રિલિંગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે મેન્યુઅલ વર્કને, વેગ મળ્યો છે. જો હવે કોઈ સમસ્યા નહીં થાય તો માત્ર થોડા જ કલાકોમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારો ટનલ સુધી પહોંચી શકશે. આજનો દિવસ કામદારો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે. સોમવારથી ચાલુ રહેલા બચાવ અભિયાન સાથે, કામદારોને બહાર કાઢવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નજીકની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ બચાવ માટે તૈયાર રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ચિરંજીવ સેમવાલ / મુકુંદ / ડો. હિતેશ / માધવી
