નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ. સ.) સંસદમાં સુરક્ષામાં ક્ષતિઓ અને સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિરોધ પક્ષોના સાંસદોએ ગુરુવારે વિરોધ માર્ચ કાઢી હતી.
આજે સવારે, આઈએનડીઆઈએના તમામ ઘટક પક્ષોના સાંસદોએ, સંસદ ભવન સંકુલથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ માંગ કરી હતી કે, કેન્દ્રીય ગૃહ-પ્રધાન અમિત શાહે સંસદના બંને ગૃહોમાં, સુરક્ષા ક્ષતિ મુદ્દે જવાબ આપવો જોઈએ અને તમામ સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવું જોઈએ.
વિરોધ કૂચમાં જોડાયેલા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, મોદી સરકારે સંસદને વિરોધ વિનાની બનાવી દીધી છે. સંસદની સુરક્ષા એ ગંભીર મુદ્દો છે. ગૃહમંત્રી આ મુદ્દે ગૃહમાં જવાબ આપી રહ્યા નથી. વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, આઈએનડીઆઈએ ના ઘટકો, એક સાથે છે. અમે સંસદથી લઈને શેરીઓ સુધી લોકશાહી બચાવવાની લડાઈ ચાલુ રાખીશું.
નોંધનીય છે કે, સંસદમાં સુરક્ષા ક્ષતિના મુદ્દે વિપક્ષ ગૃહમંત્રી સંસદના બંને ગૃહોમાં જવાબ આપે તેવી માંગ કરી રહ્યા છે. આ માંગને લઈને, બંને ગૃહોમાં કેટલાક વિપક્ષી સાંસદોએ અસંસદીય વર્તન અપનાવ્યું હતું, ત્યારબાદ 143 વિપક્ષી સાંસદોને બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન અને સુરક્ષા ક્ષતિના મુદ્દાને લઈને વિપક્ષ, આજે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ કૂચ કરી રહ્યો છે.
ગયા અઠવાડિયે, લોકસભામાં શૂન્ય કલાક દરમિયાન, બે યુવાનો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા હતા. યુવક પોતાના જૂતામાં છૂપાવેલી સ્પ્રે લાવ્યો હતો. જેને તેણે ગૃહ માં છાંટતા પીળો ધુમાડો ગૃહ માં ફેલાઈ ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / દધીબલ / ડો. હિતેશ / માધવી
