લખનૌ, નવી દિલ્હી, ફેબ્રુઆરી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ બુધવારે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને, ગેરકાયદે ખનન કેસમાં સમન્સ મોકલ્યા હતા અને તેમને સાક્ષી તરીકે પૂછપરછ માટે ગુરુવારે (29 ફેબ્રુઆરી) દિલ્હી બોલાવ્યા હતા.
સુત્રોએ જણાવ્યું કે,” તપાસ એજન્સીએ આ સમન્સ ગેરકાયદેસર ખાણકામના મામલામાં મોકલ્યું છે.” ઉત્તરપ્રદેશમાં 2012-17 સુધી સપાની સરકાર હતી અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા. દરમિયાન, વર્ષ 2019 માં, સીબીઆઈએ હમીરપુર જિલ્લામાં, ગેરકાયદેસર ખાણકામના કેસમાં એફઆઈઆર નોંધી હતી. તેમાં હમીરપુરના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત, ઘણા અધિકારીઓના નામ પણ છે.” એફઆઈઆર માં આરોપ છે કે,’ આ અધિકારીઓ અને કર્મચારીઓએ ખાણકામ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં, નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું. ખનીજના ગેરકાયદે ખનનને પણ મંજૂરી આપવામાં આવી હતી.’
દિલ્હીની સીબીઆઈ ટીમ, આ કેસની તપાસ કરી રહી છે. અખિલેશ યાદવે ગુરુવારે દિલ્હીમાં આ કેસમાં, સીબીઆઈ સમક્ષ સાક્ષી તરીકે હાજર થવાનું છે.
