મોરબી/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. મોરબી જિલ્લાના 6 થી 14 વર્ષના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
એક કૃતિમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં 16 સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને 26 ડિસેમ્બર બપોરે 12 કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી ખાતે જમાં કરવાના રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/
