
ચેન્નાઈ, નવી દિલ્હી, 2 જાન્યુઆરી (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મંગળવારે તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા, જ્યાં રાજ્યપાલ આરએન રવિ અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઑ) એ તેની એક્સ-પોસ્ટમાં લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત તમિલનાડુના ગવર્નર આરએન રવિ, મુખ્યમંત્રી થિરુ એમકે સ્ટાલિન, કેન્દ્રીય રાજ્ય મંત્રી થિરુ મુરુગન એમઓએસ અને અન્ય મહાનુભાવો એ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના દક્ષિણી રાજ્યોની બે દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાન, 2 અને 3 જાન્યુઆરીના રોજ, બે દિવસ માટે તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઉડ્ડયન, રેલ, રોડ, તેલ અને ગેસ સંબંધિત રૂ. 19,850 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે. તેઓ શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. દરમિયાન, વડાપ્રધાન ભારતીદાસન વિશ્વવિદ્યાલય, તિરુચિરાપલ્લીના 38 માં દીક્ષાંત સમારોહમાં, મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આર. બી. ચૌધરી / સંજીવ / ડો. હિતેશ/માધવી
