
નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)ના એક લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કરશે. વડાપ્રધાન આ પ્રસંગે પીએમ-જનમનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. પીઆઈબીએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
પીઆઇબી ના એક રીલીઝ મુજબ, પીએમ-જનમન ને ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસ પર છેવાડા માણસ ને સશક્ત બનાવવાના અંત્યોદયના ધ્યેય ની દિશા માં, વડા પ્રધાનના પ્રયાસો ને અનુરૂપ ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી)ના સામાજિક-આર્થિક કલ્યાણ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.
પીઆઈબી મુજબ, પીએમ-જનમન, આશરે રૂ. 24,000 કરોડના બજેટ સાથે, નવ મંત્રાલયો દ્વારા 11 મુખ્ય હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય પીવીટીજી ઘરો અને વસાહતોને સુરક્ષિત આવાસ, સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ સાથે સંતૃપ્ત કરીને શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વીજળી, માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને ટકાઉ આજીવિકાની તકો સુધી વધુ સારી રીતે ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે પીવીટીજી ની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને સુધારવા માટે પણ છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
