કોલકાતા, નવી દિલ્હી, 22 જાન્યુઆરી (હિ.સ.) બીએસએફ એ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બે ભારતીય દાણચોરો સોનાની બે ઈંટો અને 39 સોનાના બિસ્કિટ સાથે ઝડપાયા હતા. જપ્ત કરાયેલા સોનાની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ છે.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” દાણચોરો ભારતીય સરહદ પાર કરી રહ્યા હતા ત્યારે બીએસએફના જવાનોએ તેમને પકડી લીધા હતા. આરોપીઓના નામ પ્રસેનજીત મંડલ, શ્રીવાસ મંડલ છે. દક્ષિણ બંગાળ બોર્ડરના જનસંપર્ક અધિકારી, ડીઆઈજી એકે આર્યએ જણાવ્યું હતું કે,” દાણચોરો, ગરીબ અને નિર્દોષ લોકોને નાની રકમની લાલચ આપીને, ફસાવે છે. તેમણે સરહદી રહેવાસીઓને અપીલ કરી હતી કે, જો તેમને સોનાની દાણચોરી સંબંધિત કોઈ માહિતી મળે તો તેમણે બીએસએફ હેલ્પલાઈન નંબર પર તેની જાણ કરવી જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર / ગંગા / સુનીત / માધવી
