
નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 79 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 73 ડોલરની આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 90.08 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બ્રાંડેડ ક્રૂડ 0.29 ડોલર એટલેકે 0.37 ટકાના વધારા સાથે 78.59 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.18 ડોલર એટલેકે 0.25 ટકા વધીને પ્રતિ બેરલ 72.86 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ
