
નવી દિલ્હી, 01 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. એક્સ હેન્ડલ પર જારી કરાયેલા શુભેચ્છા સંદેશમાં વડાપ્રધાને કહ્યું કે, 2024 દરેકના જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ તેમના એક્સ હેન્ડલ પર, લોકોને નવા વર્ષ 2024ની શુભેચ્છા પાઠવી છે અને તેમને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
