
જમ્મુ, નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). ગુરુવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરની તમામ આઠ સરહદી ચોકીઓ પર ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાને અહીં રહેણાંક વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની ઘણી ચોકીઓ નાશ પામી હતી. લગભગ પાંચ-સાત રેન્જર્સ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
આ ગોળીબારમાં, બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બસપારાજના પગ અને હાથમાં શેલના ટુકડા લાગ્યા હતા. જબ્બોવાલ પોસ્ટ પર જવાનના પગમાં ગોળી વાગી હતી. બંનેને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર નાગરિકો પણ ઘાયલ થયા છે. હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલુ છે.
પાકિસ્તાનના 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સઈ, જબ્બોવાલ અને ત્રેવા ના રહેણાંક વિસ્તારોમાં પડ્યા છે. ભારે ગોળીબારના કારણે બીએસેફ એ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ કરી દીધું છે. બીએસેફ એ સરહદી વિસ્તારના લોકોને તેમના ઘરોમાં રહેવાની સૂચના આપી છે. તેમજ અરનિયા સહિતના સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ મુકવામાં આવ્યું છે. પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને વાહનોની તલાશી શરૂ કરી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/મુકુંદ / માધવી
