નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ. સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી 16મી વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં, મેડલ જીતવા બદલ રોશિબિના દેવી, કુશલ કુમાર અને છવીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમના અભિનંદન સંદેશમાં, વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, હું અમેરિકામાં હાલ માં યોજાયેલી 16મી વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં, મેડલ જીતવા બદલ, વુશુ ચેમ્પિયન્સ રોશિબિના દેવી, કુશલ કુમાર અને છવીને અભિનંદન આપું છું. એમના દ્રઢ સંકલપ અને કુશળતા એ, દેશને ખરેખર ગૌરવ અપાવ્યું છે. મને એ પણ વિશ્વાસ છે કે, તેમની સફળતા ભારતમાં વુશુની રમતને વધુ લોકપ્રિય બનાવશે. હું તેમને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે, શુભેચ્છા પાઠવું છું.
હિન્દુસ્થાન સમાચાર / જિતેન્દ્ર / પવન / ડો. હિતેશ / માધવી
