નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ. સ.) બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’, હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા જ રીલિઝ થયું હતું. આમાં રણબીરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ એક્શનથી ભરપૂર ટીઝરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત આના ગીતો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફિલ્મનો ક્રેઝ ભારત ઉપરાંત વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે.
ટીઝરથી જ દર્શકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પ્રતીક્ષા પૂરી થઈ. રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાના કહેવા પ્રમાણે, ‘આ ટ્રેલર પણ હિંસા અને રક્તપાતથી ભરેલું છે. ટ્રેલરની શરૂઆતમાં, રણબીર કપૂર અને અનિલ કપૂરના પિતા અને પુત્ર વચ્ચેના અલગ અને વિચિત્ર સંબંધોની ઝલક જોવા મળે છે.’
ટ્રેલર પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ એક એવા અપરાધી પુત્ર વચ્ચેના સંબંધોને ઉજાગર કરશે, જે તેના પિતાને પોતાનો આદર્શ માને છે અને તેના માટે કોઈપણ સ્તર સુધી જાય છે. આ સાથે ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે, આ પરિવારનો ક્રાઈમ વર્લ્ડ સાથે કોઈ સંબંધ છે. આ સંબંધની સાથે ફિલ્મમાં, જબરદસ્ત એક્શન અને ઘણી ઝઘડા અને હિંસા પણ જોવા મળશે. એવું લાગી રહ્યું છે કે, ફિલ્મમાં રશ્મિકા મંદાનાનું પાત્ર પણ ઘણું મહત્ત્વનું હશે.
રણબીરનો આક્રમક લુક અને ડેશિંગ એટીટ્યુડ, જેણે તેના પિતાની સામે કહ્યું હતું કે, મને બીજો સ્ક્રેચ મળ્યો તો હું દુનિયા સળગાવી દઈશ પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવ્યો છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં બોબી દેઓલનું પાત્ર રણબીરની જેમ હિંસક બતાવવામાં આવ્યું છે. ટ્રેલરના અંતમાં બોબી અને રણબીર વચ્ચે જબરદસ્ત એક્શન સીન જોવા મળે છે. એવી ચર્ચા છે કે, બોબીનું પાત્ર મ્યૂટ હશે અને ટ્રેલરમાં બોબી દ્વારા બોલાયેલ કોઈ ડાયલોગ ન હોવાથી આ શક્યતા નકારી શકાય તેમ નથી. એકંદરે, સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું તેમ,’ તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે, આ ફિલ્મ તેના નામ પ્રમાણે ઘણી હિંસક હશે.’
સંદીપ રેડ્ડી વાંગાએ પોતે સ્પષ્ટતા કરી છે કે,’ આ ફિલ્મને સેન્સર તરફથી એ પ્રમાણપત્ર મળ્યું છે અને ફિલ્મની લંબાઈ 3 કલાક 21 મિનિટ છે. રણબીરના આ ખૂબ જ અલગ અવતારને મોટા પડદા પર જોવા માટે, ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ટ્રેલરને પણ લોકોએ ઘણું પસંદ કર્યું છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે, 5 ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમમાં રિલીઝ થશે.’ વિકી કૌશલની ‘સૈમ બહાદુર’ પણ, એ જ દિવસે રિલીઝ થશે એટલે બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
