શિમલા, નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે,” ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.” તેઓ હિમાચલ પ્રદેશના હમીરપુર શહેરમાં એનઆઇટી ખાતે, એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
ઉપપ્રમુખ જગદીપ ધનખડે, કોર્પોરેટ ક્ષેત્રના વડાઓ અને ઉદ્યોગપતિઓને ભારતીય સંસ્થાઓને પ્રાધાન્ય આપવા, અને તેમને મદદરૂપ થવા અને તેમની અપાર બૌદ્ધિક ક્ષમતાને ઓળખવા અપીલ કરી હતી. ભારતના યુવાનોની અપાર ક્ષમતા અને બુદ્ધિમત્તા પર પ્રકાશ પાડતા, ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે,” સંશોધન અને વિકાસ મુખ્યત્વે, પશ્ચિમી વિશ્વના કોર્પોરેટ દ્વારા ચલાવવામાં આવે છે.”
ભારતના અનન્ય વસ્તી વિષયક લાભ પર ભાર મૂકતા, ધનખડે કહ્યું,” આ વસ્તીના 65 ટકા, લોકો 35 વર્ષથી ઓછી વયના છે.”
ઉપરાષ્ટ્રપતિએ કલમ 370 અને 35-એ નાબૂદ કરવાના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે,” તે રાષ્ટ્રીય એકીકરણ તરફ એક ઐતિહાસિક પગલું છે.”
અનુચ્છેદ-370 નાબૂદ કર્યા પછીના, સકારાત્મક ફેરફારો પર પ્રકાશ પાડતા, ઉપરાષ્ટ્રપતિ ધનખડે નોંધ્યું કે,” જમ્મુ અને કાશ્મીરમાં જી-20 બેઠકોના આયોજનથી રાજ્યમાં પ્રવાસનને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે.”
મહિલા સશક્તિકરણ પર સરકારના ધ્યાન વિશે વાત કરતા, ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું હતું કે,” ભારતીય મહિલાઓ જીવનના દરેક ક્ષેત્રમાં, અવકાશથી લઈને ફાઈટર પાઈલટ સુધી વૈશ્વિક કોર્પોરેટ સિસ્ટમમાં પ્રભાવશાળી યોગદાન આપી રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર/
