• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું, પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન
Regional

વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું, પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન

CliQ INDIA
Last updated: January 7, 2024 3:20 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

ગાંધીનગર, 07 જાન્યુઆરી (હિ. સ.): ગાંધીનગરના રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, આગામી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા અને સલામતીનો સુચારૂ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યો છે, જેનું આવતી કાલથી રીહર્સલ શરુ કરવામાં આવશે.

સુરક્ષા પ્રબંધ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો થી થશે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રીના વરદહસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે. આ સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગીફ્ટ સીટી, રાજ ભવન, રોડ બંદોબસ્ત અને મોર્ચા સ્ક્વૉડનો સમાવેશ થાય છે. જેમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વૉડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે, એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે 34 ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગો પર ફરશે.

મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન તથા ગીફટ સીટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે તથા જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કીંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરવામાં આવેલ છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દવારા સિકયુરીટી મોનીટરીંગ માટે અલગ અલગ કંન્ટ્રોલ રૂમ તેમજ સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તથા અમદાવાદ શહેર તથા ગાંધીનગર જીલ્લા પોલીસ એક બીજા સંકલનમાં રહે તે માટે રીપીટર થ્રુ ચેનલ ઉભી કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર કાર્યક્રમમાં ટ્રાફીક નિયમન માટે અલગ અલગ રૂટના ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેરનામા પ્રસિધ્ધ કરાવવામાં આવ્યા છે. જાહેરનામા અંતર્ગત ભારે વાહન માટે અમદાવાદ રીંગ રોડ ઉપર નાના ચીલોડાથી વૈષ્ણોદેવી સુધી તેમજ ઝુંડાલથી એપોલો સર્કલ તરફ જતો માર્ગ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. નાના ચીલોડાથી સેક્ટર-30 સર્કલથી ક-7 ઉવારસદ થઇ બાલાપીર દરગાહ તરફ ડાયવર્ઝન કરેલ છે, તેમજ એપોલો સર્કલથી અને તપોવન સર્કલ તરફથી આવતાં ભારે વાહનો ઝુંડાલ સર્કલ થઇ ઉવારસદ ગામથી વાવોલ ગામ થઇ ક-7 થી સેક્ટર-30 સર્કલ થઇ મોટાં ચીલોડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ઇન્ટર્નલ ડાયવર્ઝનમાં 1 થી 7 નંબરના રોડનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તથા મહાત્મા મંદિરની મુલાકાત લઈ રહેલા મહાનુભાવોની અવર-જવર માટે ‘ખ’ તેમજ ‘ગ’ રોડને આરક્ષિત કરવામાં આવ્યાં છે.

સમાપન કરતા તેમણે જણાવ્યું કે, કાર્યક્રમ સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા સમગ્ર ક્રાર્યકમનું ઝીણવટભર્યુ આયોજન કરવામાં આવેલ છે.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી

You Might Also Like

જૂનાગઢમાં બહાઉદ્દીન વિનયન કોલેજના વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર સાથે નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને આવકાર્યું
જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં કોંગ્રેસના ધરણા-પ્રદર્શન
વેરાવળ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર દારૂ ના ધંધાર્થીઓ પર રેડ કરવામાં આવી
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ મેળવવું ઘરે બેઠાં શક્ય,હવે આંગળીના ટેરવે
કોલકાતા મેડિકલ કોલેજની દુષ્કર્મ-હત્યા ઘટનાથી સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા વધારાઈ | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાને ગીતાબેન રબારીનું ભજન, 'શ્રી રામ ઘર આયે'ના વખાણ કર્યા
Next Article બીજેપીએ સિક્કિમથી, રાજ્યસભાના ઉમેદવાર તરીકે દોરજી ત્સેરિંગ લેપ્ચાને નોમિનેટ કર્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?