નવી દિલ્હી, 23 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે બહાદુરી દિવસ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું પુણ્ય સ્મરણ કરતા રાષ્ટ્રપતિએ નેતાજીને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને, પરાક્રમ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું છે,” નેતાજીએ ભારતની આઝાદીના ધ્યેય પ્રત્યે, અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમની અજોડ હિંમત અને પ્રભાવશાળી વ્યક્તિત્વે, ભારતીયોને સંસ્થાનવાદી શાસન સામે નિર્ભયપણે લડવા માટે પ્રેરણા આપી. તેમના ગતિશીલ વ્યક્તિત્વની આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ પર ઊંડી અસર પડી હતી. આપણા દેશવાસીઓ હંમેશા નેતાજીને કૃતજ્ઞતાથી યાદ કરશે.
આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલ પર એક ઓજસ્વી વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,” “પરાક્રમ દિવસ પર ભારતવાસીઓને શુભકામનાઓ. આજે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર, અમે તેમના જીવન અને સાહસનું સન્માન કરીએ છીએ. આપણા દેશની આઝાદી પ્રત્યેનુ, તેમનુ અતૂટ સમર્પણ સતત પ્રેરણા આપે છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
