
નવી દિલ્હી, 23 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઈ છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર, બોલિવૂડના અનેક કલાકારોના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં, સુભાષ ઘાઈ, રણબીર, કેટરિના સહિત ઘણા લોકો બેઠા છે. આમાં રણબીર કપૂર કંઈક એવું કરતો જોવા મળી રહ્યો છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. જ્યારે રણબીર એક બાજુ બેઠો છે, તો આલિયા તેની બાજુમાં બેસીને, મુકેશ અંબાણીની મોટી વહુ સાથે વાત કરતી જોવા મળે છે. એક વીડિયો પર લોકોએ, રણબીર કપૂરની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. આ વીડિયોમાં રણબીર કપૂર એવી રીતે સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે કે, જે તેને જોશે તેને લાગશે કે, તે તેની પાછળ બેઠેલી કેટરિના કૈફની છૂપી તસવીરો ખેંચી રહ્યો છે. તેનો આ વીડિયો, હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
આ વીડિયો, ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈએ રેકોર્ડ કર્યો છે. તેમાં જોવા મળે છે કે, કેટરીના કૈફ તેના પતિ વિકી કૌશલ સાથે, પાછળ બેઠી છે. જ્યારે શ્લોકા અંબાણી તેની બાજુમાં બેઠી છે, અને તે તેની બાજુમાં બેઠેલી આલિયા ભટ્ટ સાથે વાત કરી રહી છે. દરમિયાન, રણબીર કપૂર અચાનક પોતાનો મોબાઈલ ફોન ઉપાડે છે અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. રસપ્રદ વાત એ છે કે, કેટરીના કૈફ તેના પતિ વિકી કૌશલ સાથે રણબીરની બરાબર પાછળ બેઠી હતી. વીડિયો જોયા બાદ, ઘણા લોકોને લાગે છે કે રણબીર કેટરીનાને, પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ વાયરલ વીડિયો પર, નેટીઝન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, રણબીર કેટરિના કૈફની, તસવીર લઈ રહ્યો છે. જ્યારે બીજાએ લખ્યું, રણબીરે કેટરિનાની તસવીર લેવા માટે, તેની તમામ તાકાત લગાવી દીધી. જ્યારે કેટલાક લોકોએ કોમેન્ટ કરી કે, અહીં આવ્યા પછી પણ, ભક્તિની જગ્યાએ આ બોલિવૂડ લોકોએ અંગત ગપસપ શરૂ કરી દીધી. બીજાએ લખ્યું, રણબીર કેટ સાથે, સેલ્ફી લઈ રહ્યો છે. જ્યારે કેટલાકે, રણબીરને સમર્થન આપ્યું અને કહ્યું કે,” તે મંદિરની તસવીરો લઈ રહ્યો છે.”
