નવી દિલ્હી, 05 ડિસેમ્બર (હિ. સ.) રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તામાં આજે પણ કોઈ સુધારો થયો નથી. આ હવા ઝેરી છે. અસ્થમાના દર્દીઓ માટે આ અત્યંત મુશ્કેલીકારક છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઈ) ઘણા વિસ્તારોમાં ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહ્યો હતો.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, આનંદ વિહારમાં એકયુઆઈ 340, અશોક વિહારમાં 315, આઇટીઓ માં 307 અને જહાંગીરપુરીમાં 332 નોંધાયો હતો.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હવા ગુણવત્તા સૂચકાંકની આ શ્રેણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. જો જરૂરી ન હોય તો, ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો. એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો. જો તમે બહાર જાઓ છો, તો ચોક્કસપણે માસ્કનો ઉપયોગ કરો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
