
ભોપાલ, નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ). ભારતીય જનતા પાર્ટી (બીજેપી) મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે (શનિવાર) તેનું સંકલ્પ પત્ર (ઘોષણાપત્ર) બહાર પાડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અહીં બપોરે સંકલ્પ પત્ર બહાર પાડશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંકલ્પ પત્ર સમિતિ ના અધ્યક્ષ જયંત મલૈયા, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર ખાસ ઉપસ્થિત રહેશે.
બીજેપી કાર્યાલય અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભોપાલના મિન્ટો હોલમાં બપોરે 1:15 વાગ્યે આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કરશે. ભાજપના પ્રદેશ પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું કે, સંકલ્પ પત્ર માં મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્ય સુરક્ષા અને રોજગાર ગેરંટીનાં વચનો સામેલ હશે.
વાસ્તવમાં કોંગ્રેસે તેનું વચન પત્ર બહાર પાડ્યું છે. કોંગ્રેસે સંકલ્પ પત્ર માં 900થી વધુ વચનો આપ્યા છે. જેમાં ખેડૂતોને ઘઉં પર 2500 રૂપિયાની એમએસપી આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે. તેને 3,000 સુધી લઇ જવામાં આવશે. તે જ સમયે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો, સરકારી કર્મચારીઓ, પરિવાર, આસ્થા અને વિશ્વાસ, સામાજિક ન્યાયના સાત વિષયોનો સમાવેશ કર્યો છે.
ભાજપના નેતાઓ, સંકલ્પ પત્ર ને કોંગ્રેસની વચન પત્રનો જવાબ ગણાવી રહ્યા છે. આ સંકલ્પ પત્ર દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. ભાજપે એક મહિના સુધી સંકલ્પ પત્ર સમિતિ દ્વારા સમાજના વિવિધ વર્ગોના સૂચનો લીધા હતા. સૂચનો એકત્રિત કરવા માટે ભાજપની જન આશીર્વાદ યાત્રા દરમિયાન મતપેટીઓ પણ મૂકવામાં આવી હતી. પૂર્વ નાણામંત્રી જયંત મલૈયા, પ્રભાત ઝા, બે નિવૃત્ત આઈએએસ અધિકારીઓ કવિન્દ્ર કિયાવત અને એસએનએસ ચૌહાણ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ, સંકલ્પ પત્ર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/મુકુંદ / ડો. હિતેશ
