નવી દિલ્હી, 07 નવેમ્બર (હિં.સ.) સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) એ કહ્યું કે,” તે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નો વિરોધ કરશે.”
એસકેએમએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે,” પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં, ‘કોર્પોરેટને ભગાડો, ભાજપને સજા કરો, દેશ બચાવો’ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષોમાં ભાજપ સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. આવી સ્થિતિમાં એસકેએમ એ ખેડૂતોને ભાજપ વિરુદ્ધ વોટ આપવા વિનંતી કરી છે.”
એસકેએમએ કહ્યું કે,” કેન્દ્ર સરકારે દેશના ખેડૂતો પર ત્રણ ખેડૂત વિરોધી કાયદા લાદ્યા હતા, જેની સામે ખેડૂત સંગઠનોએ 380 દિવસ સુધી લાંબો વિરોધ શરૂ કર્યો હતો. આ આંદોલન દરમિયાન, 725 ખેડૂતો શહીદ થયા હતા. આ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.”
એસકેએમએ પોતાના નિવેદનમાં કહ્યું કે,” ખેડૂતોનું આંદોલન શરૂ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે, ખેડૂત નેતાઓ સાથે ત્રણ રાઉન્ડની વાતચીત કરી. આ વાટાઘાટોમાં મંત્રીની ભૂમિકા, ખેડૂત વિરોધી અને અત્યંત નકારાત્મક હતી, જેના કારણે વાટાઘાટો નિષ્ફળ ગઈ. તેથી એસકેએમ નરેન્દ્ર સિંહ તોમરના વિધાનસભા ક્ષેત્રમાં વિરોધ કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / દધીબલ / માધવી
