નવી દિલ્હી, 21 જાન્યુઆરી(હિ. સ.) બિગ બોસ ની 17મી સીઝનનું છેલ્લું અઠવાડિયું ટૂંક સમયમાં શરૂ થશે. આ સપ્તાહના અંતમાં ઘરે રહેતા સભ્યોના સંબંધીઓથી ભરપૂર છે. લાઈવ પરફોર્મન્સ બાદ વાઈલ્ડ કાર્ડ તરીકે ઘરમાં આવેલી આયેશા ખાન શોમાંથી બહાર થઈ ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વીડિયોમાં આયેશા, ઘરની બહાર નીકળીને પણ તમામ સભ્યોને મળતી જોવા મળી રહી છે. અંકિતા આ સમયે ભાવુક જોવા મળી રહી છે. વિકી, આયેશાને ગળે લગાડતો જોવા મળે છે અને તેને તેના પરિવારનું ધ્યાન રાખવાનું કહે છે. તેમજ અન્ય સભ્યો પણ આયેશાને અલવિદા કહેતા જોવા મળે છે. આના પર મનારા, આયેશાને કહે છે, હૈદરાબાદમાં તમારી ફિલ્મના પ્રીમિયરમાં જલ્દી મળીશું. આ પછી આયેશા, મુનવ્વર સાથે હાથ મિલાવે છે અને કહે છે કે યાત્રા અહીં પૂરી થાય છે. આ સાંભળીને મુનવ્વર કશું બોલ્યા વગર તેને અલવિદા કહેતો જોવા મળે છે.
મુનાવર ફારૂકી, અભિષેક કુમાર, મનારા ચોપરા, અરુણ મશેટ્ટી સાથે અંકિતા લોખંડે, વિકી જૈન, ઈશા માલવિયા અંતિમ સપ્તાહમાં પહોંચી ગયા છે. તો ‘બિગ બોસ 17’ના ટોપ 5 સભ્યો કોણ હશે અને ટ્રોફી પર તેમના નામ કોણ કોતરશે? તે જોવું રસપ્રદ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીત / માધવી
