નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં, મંગળવારે પણ ટ્રક ચાલકોની દેશવ્યાપી હડતાળ ચાલુ છે. આ કાયદાના વિરોધમાં ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે. રાજધાની નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હડતાળની અસર જોવા મળી રહી છે.
ડ્રાઇવરો દ્વારા દેશવ્યાપી હડતાળ હિટ એન્ડ રન કાયદામાં, સજાને વધુ કડક બનાવવા માટે છે. મોટાભાગના ડ્રાઇવરોએ તેને પાછી ખેંચવાની માંગ કરી છે. આંદોલનકારીઓએ મુંબઈથી ઈન્દોર, દિલ્હી-હરિયાણા અને યુપી સુધી ઘણી જગ્યાએ ટ્રકો પાર્ક કરી અને રસ્તાઓ બ્લોક કર્યા. ટ્રક ચાલકોની હડતાળના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી.
વાસ્તવમાં નવા કાયદા હેઠળ, જો બસ, ટ્રક અથવા ડમ્પર ડ્રાઇવર કોઈને કચડી ને ભાગી જાય છે, તો તેને 10 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ કારણોસર દેશના મોટાભાગના રાજ્યોમાં વાહન ચાલકો આ કાયદાના વિરોધમાં હડતાળ પર ઉતરી ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / ડો. હિતેશ /માધવી
