• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > મુંબઈ પોલીસે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને છેતરપિંડીના કેસમાં સમન્સ પાઠવ્યા
National

મુંબઈ પોલીસે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને છેતરપિંડીના કેસમાં સમન્સ પાઠવ્યા

CliQ INDIA
Last updated: September 9, 2025 8:25 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

મુંબઈ, નવી દિલ્હી, 09 સપ્ટેમ્બર (હિ.સ.). મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) ટીમ દ્વારા મંગળવારે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને 60.48 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં 15 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

મુંબઈ પોલીસના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને 10 સપ્ટેમ્બરે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમયમર્યાદા વધારવાની માંગ કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. અગાઉ, મુંબઈ પોલીસ દ્વારા શિલ્પા અને રાજ સામે લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યો હતો, જેમાં તપાસ ટાળવા માટે તેઓ દેશ છોડીને જઈ શકે તેવી શક્યતાને કારણે તેમની ભારતની બહાર મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) ના ઓડિટરને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે, જે નાણાકીય વ્યવહારો શોધવામાં તપાસકર્તાઓને મદદ કરશે તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને પ્રારંભિક તપાસ દરમિયાન અગાઉ ત્રણ વખત પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ લંડનમાં હોવાનું જણાવીને હાજર થયા ન હતા. તેના બદલે તેઓએ તેમના કાનૂની પ્રતિનિધિને મોકલ્યા, પરંતુ ઈઓડબ્લ્યુ ને માહિતી અપૂરતી મળી, જેના કારણે ઔપચારિક પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો. લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર 60 વર્ષીય દીપક કોઠારીની ફરિયાદ બાદ મૂળ કેસ 14 ઓગસ્ટના રોજ જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે 2015 થી 2023 દરમિયાન બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા દેવા-સહ-રોકાણ સોદામાં તેમની સાથે 60.48 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

એફઆઈઆર અનુસાર, કોઠારીનો પરિચય 2015 માં એક મધ્યસ્થી રાજેશ આર્ય દ્વારા દંપતી સાથે થયો હતો, જેણે તેમની સાથે ગાઢ સંબંધ હોવાનો દાવો કર્યો હતો. આર્યએ બેસ્ટ ડીલ ટીવી માટે 12 ટકા વાર્ષિક વ્યાજે રૂ. 75 કરોડની મોટી લોન લેવા માટે કોઠારીનો સંપર્ક કર્યો હતો, જે તે સમયે જીવનશૈલી, ફેશન, આરોગ્ય અને સુંદરતા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરતું ઓનલાઈન શોપિંગ અને હોમ રિટેલ પ્લેટફોર્મ તરીકે કાર્યરત હતું. બાદમાં, ઊંચા કરવેરાથી બચવા માટે વ્યવસ્થાને લોનમાંથી રોકાણમાં બદલવામાં આવી હતી અને કોઠારીને માસિક વળતર અને મુખ્ય રકમ ચૂકવવાનું વચન આપવામાં આવ્યું હતું.

વિવાદિત રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી, તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી. પ્રારંભિક તપાસ બાદ, આર્થિક ગુના શાખાએ શેટ્ટી, કુન્દ્રા અને અન્ય એક વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 403 (સંપત્તિનો અપ્રમાણિક દુરુપયોગ), 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર, નીતિન ગડકરી, મનોહર લાલ, પ્રહલાદ જોશી, હર્ષ મલ્હોત્રા અને અન્ય નેતાઓએ બિનજરૂરી ઉપયોગ અટકાવવા અપીલ કરી
શુભેન્દુ અધિકારીએ, ગુજરાતીઓ પર ટિપ્પણી કરવા બદલ ટીએમસી સાંસદ પર હુમલો કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો, મારપીટ કરનારની ધરપકડ
રાષ્ટ્રપતિ મુર્મુ, આજથી છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશના પ્રવાસ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર, ભગવંત માનની ટિપ્પણીને ભાજપે શરમજનક ગણાવી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નેપાળમાં વધુ ઉગ્ર બન્યા હિંસક વિરોધ પ્રદર્શન, પ્રધાનમંત્રી ઓલીનું રાજીનામું
Next Article ગીર સોમનાથ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબને, એક ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાનો લાભ લેવા તા. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?