જમ્મુ, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ. સ.) જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બુધવારે ડોક્ટર્સ એસોસિએશન ઓફ કાશ્મીર (ડીએકે)ના પ્રમુખ સહિત ચાર સરકારી કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. આ કાર્યવાહી રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપમાં કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર પ્રશાસને પોતાના આદેશમાં લખ્યું છે કે, યુટી પ્રશાસને ભારતના બંધારણની 311 (2) (સી)નો ઉપયોગ કરીને કર્મચારીઓને બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા કર્મચારીઓમાં શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલમાં સહાયક પ્રોફેસર- ચીકીત્સા તરીકે કામ કરતા ડો. નિસાર-ઉલ-હસન, ઉચ્ચ શિક્ષણ વિભાગમાં લેબોરેટરી ઓપરેટર સલામ રથેર, જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ અને શિક્ષક ફારૂક અહમદ મીરનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સુનીલ / ડો. હિતેશ / માધવી
