નવી દિલ્હી, 23 જાન્યુઆરી (હિ.સ.) સરકારે સોના, ચાંદી અને કિંમતી ધાતુના સિક્કાઓ પરની આયાત જકાત, હાલના 10 ટકાથી વધારીને 15 ટકા કરી છે. નવા દર 22 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સોના, ચાંદી અને કિંમતી ધાતુના સિક્કાઓ પર હવે આયાત જકાત 15 ટકા રહેશે. જેમાં 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી (બીસીડી) અને 5 ટકા એઆઈડીસી (કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ)નો સમાવેશ થાય છે. જો કે, સામાજિક કલ્યાણ સરચાર્જ (એસડબ્લ્યુસી) આમાંથી મુક્તિ છે.
આ સાથે મંત્રાલયે કિંમતી ધાતુઓ ધરાવતા, વપરાયેલા ઉત્પ્રેરકો પરની આયાત ડ્યૂટી પણ વધારી દીધી છે. નોટિફિકેશન મુજબ, ડ્યૂટી વધારીને 14.35 ટકા કરવામાં આવી છે. જેમાં 10 ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી (બીસીડી) અને 4.35 ટકા એઆઈડીસી (કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ) એસડબ્લ્યુએસમાંથી મુક્તિ આપવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, નવા દરો 22 જાન્યુઆરી, 2024થી લાગુ થઈ ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
