નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) ગુરુવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર પણ ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી દેશની રાજધાનીમાં, પ્રદૂષણનો ગંભીર ખતરો છે. ગંદકી અને વાહનોના ધુમાડાના કારણે લોકોને, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક સવારે લગભગ 426 નોંધાયો હતો. જ્યારે બુધવારે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 426 અને મંગળવારે તે 395 નોંધાયો હતો.
સીપીસીબી અનુસાર, એકયુઆઈ દિલ્હીના આનંદ વિહારમાં 432, આરકે પુરમમાં 453, પંજાબી બાગમાં 444, આઇટીઓ માં 441, એએસઆઈટી દ્વારકામાં 425, દ્વારકા સેક્ટર 8માં 462, નજફગઢમાં 451, આઈજીઆઈ એરપોર્ટમાં 445, મુંડકામાં 425 છે. પુસા.428 નોંધાયા છે. લોધી રોડ પર એકયુઆઈ 387 નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે ગ્રુપ-4 પ્રતિબંધો અમલમાં છે. શાળાઓ પણ આજથી 18 મી નવેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / સંજીવ / ડો. હિતેશ / માધવી
