સુરત, 24 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
પદાધિકારીઓ અને તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પ્રધનામંત્રી આવાસ યોજના, ગંગા સહાય યોજના, ઉજ્જવાલા યોજના,પી.એમ કિસાન સન્માન નિધી યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી,પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મિશન મંગલમ યોજના, પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ગંગા સહાય યોજના,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત ચોર્યાસી દીપ્તિબેન રાઠોડ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કિરણ ભાઈ પટેલ, ચોર્યાસી તાલુકા સંગઠન પ્રમુખશ્રી કરશનભાઈ પટેલ, ચોર્યાસી તાલુકા ભાજપ મહામંત્રીશ્રી રમેશચંદ્ર એમ. પટેલ, સુરત જિલ્લા પંચાયત કારોબારી સભ્ય દલપતભાઈ પટેલ, તા.પં. કારોબારી અધ્યક્ષશ્રી લતાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જયશ્રીબેન રાઠોડ, તાલુકા પંચાયત ચોર્યાસી પુર્વ કારોબારી અધ્યક્ષશ્રી કાંતિભાઈ રાઠોડ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી કલ્પનાબેન વાંઝવાલા,મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી કિશોરભાઈ પરમાર, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અજયભાઈ ઠાકોર, CHO ડો. કૈલાસ જાદવ, મેડીકલ ઓફિસર શિલ્પાબેન પટેલ, તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, ICDSના ઈ.ચા સી.ડી.પી.ઓશ્રી, મુખ્ય સેવિકા, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ, RBSK ટીમ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
