અમરાવતી (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી, 01 જાન્યુઆરી (હિ. સ.) સોમવારે સવારે, વર્ષના પ્રથમ દિવસે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ એક્સપોસેટ (એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ) લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો.
તેને શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી સવારે 9.10 વાગ્યે લોન્ચ કરીને, ભારત આવું કરનાર વિશ્વનો બીજો દેશ બની ગયો છે. એક્સપોસેટ, બ્લેક હોલના રહસ્યની શોધ કરશે. વાસ્તવમાં, વેધશાળાને એક્સપોસેટ અથવા એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ કહેવામાં આવે છે.
એક વર્ષથી ઓછા સમયમાં ભારતનું આ ત્રીજું મિશન છે. ભારત હવે અદ્યતન ખગોળશાસ્ત્ર વેધશાળા શરૂ કરનાર વિશ્વનો બીજો દેશ બની ગયો છે. તે ખાસ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓના અભ્યાસ માટે બનાવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ / મુકુંદ / ડો. હિતેશ /માધવી
