અમદાવાદ,01 જાન્યુઆરી (હિ.સ.) દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ જેટલી સમૃધ્ધ અને રસાયણ મૂક્ત બનશે એટલી ખેતિ અને ખેડૂત સમૃધ્ધિ બનશે અને તેથી કૃષિ વિકાસ પ્રવૃતિ ઉપર સામુહિક પ્રયાસ ખુબ જરૂરી હોવાનું ભારતીય કૃષક સમાજ આયોજીત રાષ્ટ્રિય અધિવેશનમાં અતિથી વિશેષ તરીકે બોલતા રાષ્ટ્રિય સહકારી આગેવાન, એનસીયુઆઈ અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ હતું.
તેમણે વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃત્તિ વધુમા વધુ લોકભોગ્ય બને, ખેડૂત સક્ષમ બને તે માટે સતત ચિંતન કરી રહયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્ન ;સહકાર થી સમૃધ્ધિ તરફ આગળ વઘવા સંઘાણીએ જણાવ્યું હતું.કૃષિ અને સહકારિતા રત્ન એવોર્ડથી સન્માનિત થયા બાદ સંઘાણીએ જણાવ્યું હતું કે, આ સન્માન દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહેનતુ કિસાનોનું સન્માન છે.
મહારાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન દિલીપ સંઘાણીએ અહમદનગર જીલ્લાના રાહુરી તાલુકાના ગુહા ગામે આવેલ પ્રેરણા મલ્ટીસ્ટેટ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની શુભેચ્છા મૂલાકાત વેળા તેમનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવેલ. સંઘાણી સાથે ભારતીય કૃષક સમાજનાં પ્રેસીડેન્ટ ડો.ક્રિષ્નબીર ચૌધરી, સમિતિના અધ્યક્ષ અને શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી સુરેશ વાલકે, સહકારી અગ્રણી નકુલ કડુ પાટિલ, મહારાષ્ટ્ર રાજય ઈફકો માર્કેટીંગ મેનેજર ઉદય તિજારે સહિત સ્થાનિક અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
