નવી દિલ્હી, 1 જાન્યુઆરી (હિ. સ.) બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ ફિલ્મોમાં, પોતાના એક્શન સીન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. દરેક વ્યક્તિ તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. જ્હોને મુંબઈમાં, એક આલીશાન બંગલો ખરીદ્યો છે. જોનનું નવું ઘર ખારના લિંકિંગ રોડ વિસ્તારમાં છે.
જ્હોનના બંગલાનું નામ નિર્મલ ભવન છે. સાથે જ આ બંગલો 7722 સ્ક્વેર ફૂટમાં બનેલો છે. જ્હોને આ બંગલો, પ્રવીણ નાથાલાલ શાહ પાસેથી ખરીદ્યો છે. બીચ પાસે બનેલા આ બંગલાને ખરીદવા માટે, જ્હોને 4.24 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ મિલકતનું રજીસ્ટ્રેશન, 27 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ બંગલાની કિંમત લગભગ 75.07 કરોડ રૂપિયા છે. આ પહેલા જ્હોને, વર્ષ 2009માં ઘર ખરીદ્યું હતું. તેણે યુનિયન પાર્ક પાસે, પારસી પરિવાર પાસેથી જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. આ પછી ફરી જ્હોને નવું ઘર ખરીદ્યું છે.
મુંબઈના ખાર વિસ્તારમાં બોલિવૂડ કલાકારો અને ઉદ્યોગપતિઓના ઘણા બંગલા છે. પ્રીતિ ઝિન્ટાથી લઈને સલમાન ખાન સુધીની, આ વિસ્તારમાં પ્રોપર્ટી છે અને ઘણા પ્રખ્યાત લોકો ત્યાં રહેવા માંગે છે. આ વિસ્તારમાં પ્રતિ ચોરસ ફૂટની કિંમત 1 થી 1.5 લાખ રૂપિયા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
