મુંબઈ, નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ, મંગળવારે સવારથી શિવસેના (યુબીટી)ના નેતા અને ધારાસભ્ય, રવિન્દ્ર વાયકરના નિવાસસ્થાન અને કાર્યાલય સહિત 7 સ્થળો પર દરોડા પાડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જોગેશ્વરીમાં જમીનની હેરાફેરી કરીને ત્યાં ફાઇવ સ્ટાર હોટલના નિર્માણના મામલામાં ઇડીની ટીમ વાઇકરના ઘર અને ઓફિસની મની લોન્ડરિંગ એંગલથી તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી ઇડી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાએ, રવિન્દ્ર વાયકર પર જોગેશ્વરીમાં જમીનની હેરાફેરી કરીને, સરકારી જમીન પર ફાઈવ સ્ટાર હોટલ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ઇડી એ, મની લોન્ડરિંગ એંગલથી મામલાની તપાસ કરવાની પણ માંગ કરી હતી. આ આરોપોના આધારે, ઇડીની ટીમે ગયા વર્ષે નવેમ્બરમાં રવિન્દ્ર વાયકર અને અન્ય છ લોકો સામે કેસ નોંધ્યો હતો. નોંધાયેલા કેસના સંદર્ભમાં હજુ સુધી કોઈને સમન્સ મોકલવામાં આવ્યું નથી.
આજે સવારે ઇડીની ટીમ, રવિન્દ્ર વાયકર અને અન્ય છ લોકોના નિવાસસ્થાન અને ઓફિસે પહોંચી છે અને કેસ સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સંજીવ / ડો. હિતેશ /માધવી
