નવી દિલ્હી,લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન ભરવાની પ્રક્રિયા, આવતીકાલે (28 માર્ચ) થી શરૂ થશે, જ્યારે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) આ તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે.
ચૂંટણી પંચે બુધવારે કહ્યું કે, સામાન્ય ચૂંટણી-2024ના બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ઉપરાંત મણિપુર (આઉટર મણિપુર)ની, એક સીટનો સમાવેશ થાય છે.
