નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ. સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી (સોમવાર) ઉત્તર પ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. તેઑ 11 ડિસેમ્બરે વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. પીઆઈબીના જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે.
રિલીઝ અનુસાર, આ પછી રાષ્ટ્રપતિ સાંજે લખનૌમાં ડિવાઈન હાર્ટ ફાઉન્ડેશન (ઈન્ડિયા)ના 27 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. બીજા દિવસે 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ લખનૌની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
