ગૌહાટી, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ). કોંગ્રેસ ધારાસભ્ય આફતાબ ઉદ્દીન મોલ્લા ની પોલીસે હિંદુઓ અને નામઘર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરી હતી. આ ધરપકડ મંગળવારે રાત્રે દિસપુર એમએલએ હોસ્ટેલ એફ બ્લોકમાં સ્થિત, કોંગ્રેસના અન્ય ધારાસભ્ય વાજેદ અલી ચૌધરીના આવાસ પરથી કરવામાં આવી હતી. રાજધાનીના ભેટાપાડા વિસ્તારના દીપક કુમાર દાસે આફતાબ વિરુદ્ધ દિસપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. આ એફઆઈઆરના આધારે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ સ્થળોએ ધારાસભ્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપી ધારાસભ્યએ અગાઉ કહ્યું હતું કે, હિન્દુઓ વ્યભિચારી છે અને નામઘર ના લોકો બળાત્કારી હોય છે. આ પછી રાજ્યની ઘણી પાર્ટીઓ અને સંગઠનો ધારાસભ્યની ધરપકડની માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસે તેમને કારણ બતાવો નોટિસ પણ આપી હતી.
થોડા દિવસો પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાએ પણ હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે, ભગવાન શ્રી કૃષ્ણની તુલના લવ જેહાદીઓ સાથે કરી હતી. આ પછી રાજ્યભરમાં કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ નામઘરમાં ગયા અને જાહેરમાં માફી માંગી. દરમિયાન સોમવારે બરાક ઘાટી માં શિવ અને નારાયણ મંદિરોને આગ લગાડવામાં આવ્યા બાદ લોકો ગુસ્સે છે.
હિન્દુસ્થાન સમાચાર/શ્રીપ્રકાશ/મુકુંદ / ડો. હિતેશ
