મુંબઈ, નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.) મંગળવારે સવારે 4 વાગ્યે કર્જત-નેરલ રોડ પર કિરવલી બ્રિજની નીચે એક અનિયંત્રિત કાર રેલવે ટ્રેક પર પડી અને તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી માલગાડી સાથે અથડાઈ અને નુકસાન થયું. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમજીએમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, બંનેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કર્જતથી નેરલ તરફ જઈ રહેલી આ કારમાં છ લોકો સવાર હતા. મંગળવારે સવારે 4 વાગ્યે કાર ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર પુલ પરથી રેલવે ટ્રેક પર પડી હતી. યોગાનુયોગ એ દરમિયાન રેલવે ટ્રેક પર એક માલગાડી આવી અને કારને કચડી નાખી. કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ સિવાય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન કારમાં સવાર ઘાયલ લોકોને તાત્કાલિક એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાઈવે પોલીસની સાથે રેલવે પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સુનીત / ડો. હિતેશ / માધવી
