
કોલકતા, નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ. સ.). અયોધ્યાધામમાં ભગવાન શ્રી રામના ભવ્ય અને દિવ્ય મંદિરના ઉદ્ઘાટન પહેલા જ કોલકતાથી અયોધ્યાની ફ્લાઈટ્સ શરૂ થઈ જશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે સીધી ફ્લાઈટની જાહેરાત કરી છે. એરલાઇન કંપનીએ કહ્યું કે, તે 17 જાન્યુઆરીથી અયોધ્યા અને કોલકતા વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. આ સાથે અયોધ્યા અને બેંગ્લોર વચ્ચે ફ્લાઈટ પણ શરૂ થશે.
નિવેદન અનુસાર, એરલાઇન શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે અયોધ્યા અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરશે. કંપનીના ચીફ કોમર્શિયલ ઓફિસર અંકુર ગર્ગે જણાવ્યું હતું કે, ‘અમારા નેટવર્કમાં મહત્વના હબ તરીકે બેંગલુરુ અને કોલકતા, અયોધ્યાના પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. આનાથી દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના તીર્થયાત્રીઓને અહીં સીધા આવવાની સુવિધા મળશે. નોંધનીય છે કે કોલકતા, ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતના હવાઈ પ્રવાસીઓ માટે સૌથી અનુકૂળ અને નજીકનું એરપોર્ટ છે.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પ્રકાશ/મુકુંદ / ડો. હિતેશ
