નવી દિલ્હી, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા અને ટપ્પુ ઉર્ફે રાજ અનડકટે ગુપચુપ લગ્ન કર્યા હોવાના સમાચાર થોડા સમય પહેલા, સોશિયલ મીડિયા પર આવ્યા હતા. આ વાયરલ સમાચાર પર મુનમુન અને રાજ અનડકટે સ્પષ્ટતા આપી છે.
વાયરલ થયેલા સમાચાર મુજબ, બબીતા ફેમ મુનમુન દત્તા અને રાજ અનડકટના લગ્ન થોડા દિવસો, પહેલા ગુજરાતના વડોદરામાં થયા હતા. જો કે, અભિનેત્રીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, આ બધી માત્ર અફવા છે – ‘સંપૂર્ણપણે ખરાબ અને હાસ્યાસ્પદ! આ વાયરલ સમાચારમાં કોઈ સત્યતા નથી. હું આવા ફેક ન્યૂઝ પર સમય અને શક્તિ બગાડતો નથી.’
આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર રાજ અનડકટની ટીમ દ્વારા પણ, સ્પષ્ટતા આપવામાં આવી છે, ‘સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને અર્થહીન છે, તેના પર કોઈએ વિશ્વાસ ન કરવો જોઈએ.’
