નવી દિલ્હી, દિલ્હી કેપિટલ્સે બુધવારે અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સને, સાત વિકેટે હરાવીને વુમન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. દિલ્હી કેપિટલ્સે પહેલા ગુજરાત જાયન્ટ્સને 126/9 પર રોકી દીધા અને પછી 13.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કર્યો.
37 બોલમાં 71 રનની તોફાની ઈનિંગ રમનાર ઓપનર શેફાલી વર્માએ, કેપ્ટન મેગ લેનિંગ સાથેના તેના સંબંધો વિશે કહ્યું, મેગ લેનિંગ સાથે મારા સંબંધો ખૂબ સારા છે અને તે મને માર્ગદર્શન પણ આપે છે. હું ડબ્લ્યુપીએલ ની છેલ્લી સિઝનમાં રમી હતી. જોકે, હું જાણું છું કે, જ્યારે હું સારા ફોર્મમાં હોઉં છું ત્યારે હું મોટા સ્કોર નોંધાવી શકું છું. હું ખુશ છું કે, આ સિઝનમાં હું મારી ઇનિંગ્સમાં સફળ રહી છું.”
જ્યારે પૂછવામાં આવ્યું કે,” શું તેણીએ આ સિઝનમાં તેની રમતમાં કોઈ ફેરફાર કર્યો છે?” તો તેણીએ કહ્યું, મેં આ સિઝનમાં તકનીકી અને માનસિક રીતે કેટલાક ફેરફારો કર્યા છે. મને લાગે છે કે, જ્યારે હું મારા શોટ્સ રમી રહી હોઉં છું, ત્યારે હું વધુ સ્થિર બની જાઉં છું. ટીમ માટે સારું પ્રદર્શન કરવું ખૂબ જ સારું લાગે છે.
વર્માએ એમ પણ કહ્યું કે,” તેના માટે સતત પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે.” હું ચોક્કસપણે સતત પ્રદર્શન કરવા માંગું છું. અનુભવ સાથે, વ્યક્તિ કોઈની રમતને વધુ સારી રીતે સમજે છે. તમે તે ક્ષેત્રોને ઓળખો છો. એવી વસ્તુઓ છે કે જેના પર તમે સુધારી શકો છો. હું મેગ જેવા ખેલાડીઓથી પ્રેરિત છું, જેઓ લાંબા સમયથી સતત પ્રદર્શન કરી રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સના હોમ ગ્રાઉન્ડ પર રમવા અંગે વર્માએ કહ્યું, મારું ઘર દિલ્હીની ખૂબ નજીક છે અને અમારા હોમ ગ્રાઉન્ડ પર રમવાની એક અલગ જ લાગણી છે. અમે અમારા તમામ બોક્સને, હવે ટિક કરી લીધા છે. અમારા માટે હવે માત્ર ટ્રોફી લેવાનું બાકી છે.
દિલ્હી કેપિટલ્સ રવિવારે ડબ્લ્યુપીએલ ફાઇનલમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની એલિમિનેટર મેચના વિજેતા સાથે ટકરાશે.
