નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી : ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને, પાંચ વર્ષ થઈ ગયા છે. બંનેએ રાજસ્થાનના એક ભવ્ય મહેલમાં, વર્ષ 2018માં શાહી લગ્ન કર્યા હતા. ભારતીય લગ્ન સમારોહ જોઈને, નિકનો પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હોલીવુડ સિંગર નિક જોનાસે ખુલાસો કર્યો હતો કે,” તે તેના લગ્નનું બિલ જોઈને ચોંકી ગયો હતો.”
નિક જોનાસે તેના બંને ભાઈઓ સાથે, એક શોમાં હાજરી આપી હતી. શોના હોસ્ટે કારમાં બેઠેલા ત્રણેય ભાઈઓને, ઘણા પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન નિકને પૂછવામાં આવ્યું કે, ‘તમારા લગ્નના તમામ ફંક્શન્સ જોયા પછી, શું તમને લાગ્યું કે તે પૂરતું છે અને વધુ નહીં.’ આના પર નિક હસ્યો અને કહ્યું, હા, ખાસ કરીને, બિલ જોયા પછી.
પ્રિયંકા અને નિકના લગ્નનો કુલ ખર્ચ 3.5 કરોડ રૂપિયા હતો. આ લગ્ન જોઈને, વિદેશી મહેમાનો ખૂબ જ ખુશ થયા. આ લગ્ન માટે નિકના ઘણા મહેમાનો, ખાસ ભારત આવ્યા હતા. લગ્ન પછી પ્રિયંકા, નિક સાથે લોસ એન્જલસ શિફ્ટ થઈ ગઈ. વર્ષ 2022માં તેણે સરોગસી દ્વારા પુત્રીને જન્મ આપ્યો હતો. તેણીનું નામ માલતી મેરી હતું. માલતી મેરી થોડા મહિના પહેલા પ્રથમ વખત ભારત આવી હતી.
