નવી દિલ્હી, 25 ઓકટોબર (હિ. સ.) હાલમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અલગ-અલગ વિષયો પર ફિલ્મો બની રહી છે. વાસ્તવિક ઘટનાઓથી લઈને વેબ સિરીઝ અને પ્રખ્યાત વ્યક્તિત્વ પરની ડોક્યુમેન્ટ્રી સુધી. આવી વેબ સિરીઝને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર પણ ફિલ્મો બની છે. હવે દેશના સૌથી મોટા સંગઠનોમાંથી એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર એક વેબ સિરીઝ બનવા જઈ રહી છે. આ વેબ સિરીઝ આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ વેબ સિરીઝ 6 અલગ-અલગ નિર્દેશકો દ્વારા બનાવવામાં આવી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. તેણે વેબ સીરિઝનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ આરએસએસ ના પોશાકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં સીરિઝ વિશેની માહિતી પણ શેર કરવામાં આવી છે.
પોસ્ટર શેર કરતી વખતે તરણ આદર્શે કેપ્શનમાં લખ્યું, ‘6 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશકો RSSના 100 વર્ષની ઉજવણી કરવા માટે એકસાથે આવી રહ્યા છે. તેને ‘વન નેશન’ નામ આપવામાં આવ્યું છે. પ્રિયદર્શન, વિવેક અગ્નિહોત્રી, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, મંજુ બોરા, જોન મેથ્યુ માથન અને સંજય પુરણસિંહ ચૌહાણ આ સિરીઝનું નિર્દેશન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા/ સંજીવ / માધવી
