
નવી દિલ્હી , 18 ઓકટોબર(હિ. સ.) વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત બહુપ્રતિક્ષિત ફિલ્મ ’12 વી ફેલ’, 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર અને ખૂબ જ સુંદર રોમેન્ટિક ટ્રેક ‘બોલો ના’ લૉન્ચ થયા બાદથી ફિલ્મ સાથે જોડાયેલી વાતચીત ખૂબ જ સકારાત્મક રહી છે. બંનેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. હવે નિર્માતાઓએ ફિલ્મનું વધુ એક બહુપ્રતિક્ષિત ગીત ‘રીસ્ટાર્ટ’ રિલીઝ કર્યું છે, જેની ઝલક ટ્રેલરમાં આપવામાં આવી છે.
નિર્માતાઓએ આજે અમદાવાદમાં કોલેજ ઇવેન્ટમાં હજારો ઉત્સાહિત વિદ્યાર્થીઓ વચ્ચે ‘રીસ્ટાર્ટ’ ગીત લોન્ચ કર્યું. ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા આ ગીતથી સિંગિંગ ડેબ્યૂ કરી રહ્યા છે. શાંતનુ મોઇત્રા એ ફૂટ-ટેપિંગ મ્યુઝિક કમ્પોઝ કર્યું છે, જ્યારે ગીતો સ્વાનંદ કિરકિરે ના છે. આ ગીત યુવાનોની લાગણીઓ તેમજ તેમના સપનાઓને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે અને ક્યારેય આશા ન ગુમાવી ને, ફરીથી શરૂઆત કરવાની ફિલ્મની થીમ ને પ્રતિબિંબિત કરે છે. ગીત હવે તમામ મોટા મ્યુઝિક પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે.
એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષ પર આધારિત છે જેઓ યુપીએસસી પ્રવેશ પરીક્ષા આપે છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત, 12મી ફેલ 27 ઓક્ટોબરે હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિશ્વભરમાં રિલીઝ થવાની છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીત / ડો. હિતેશ
