નવી દિલ્હી, 18 ઓક્ટોબર . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 19 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરશે. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે.
ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે. દરેક કેન્દ્ર ઓછામાં ઓછા બે વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં લગભગ 100 યુવાનોને તાલીમ આપશે. આ તાલીમ, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ હેઠળ સૂચિબદ્ધ ઉદ્યોગ ભાગીદારો અને એજન્સીઓ દ્વારા આપવામાં આવી રહી છે. આ કેન્દ્રોની સ્થાપના થી, સંબંધિત ક્ષેત્રોને વધુ સક્ષમ અને કુશળ માનવશક્તિ વિકસાવવા માટે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરવામાં મદદ કરશે.
