
નવી દિલ્હી, 23 ડિસેમ્બર(હિ. સ.) શાહરૂખ ખાનની ‘ડંકી’ 21 ડિસેમ્બર ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 30 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે રિલીઝ થયેલી શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ની સરખામણી કરીએ તો ‘ડંકી’ ની પહેલા દિવસની કમાણી ઓછી છે. હવે ફિલ્મના બીજા દિવસના આંકડા સામે આવ્યા છે. આ પહેલા દિવસ કરતાં ઘણું ઓછું છે.
‘સૈકનિલ્ક’ના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન સ્ટારર આ ફિલ્મે શુક્રવારે 20.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ કલેક્શન 49.7 કરોડ રૂપિયા થઈ ગયું છે. શાહરૂખની ‘પઠાણ’ અને ‘જવાન’ના શરૂઆતી દિવસો ના આંકડા ઘણા ઓછા છે. ‘પઠાણે’ પ્રથમ દિવસે 57 કરોડ રૂપિયા અને ‘જવાન’એ 75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘ડંકી’ શાહરૂખની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે.
‘સાલાર’ની રિલીઝની અસર ‘ડંકી’ પર પણ પડી છે. પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં પ્રભાસને ચમકાવતી આ ફિલ્મે શુક્રવારે ભારતમાં 95 કરોડ રૂપિયાની કમાણી કરીને તેની સૌથી મોટી શરૂઆત કરી છે. આ ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં 175 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
દરમિયાન, વીકએન્ડ પર તમામની નજર ફિલ્મ ‘સલાર’ અને ‘ડંકી’ ની કમાણી પર રહેશે. ‘સાલાર’ના ક્રેઝને ધ્યાનમાં રાખીને, ‘ડંકી’ હિટ થશે કે પ્રભાસનો જાદુ કામ કરશે, આ વીકએન્ડ કલેક્શનના આંકડા જ કહેશે. ફિલ્મ ‘ડંકી’ માં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર છે. જ્યારે ‘સલાર’માં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, મીનાક્ષી ચૌધરી, શ્રુતિ હાસન, સરન શક્તિ, ઇશ્વરી રાવ, જગપતિ બાબુ મહત્વની ભૂમિકામાં છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સંજીવ / ડો. હિતેશ
