
નવી દિલ્હી, 25 નવેમ્બર(હિ. સ.) મેગાસ્ટાર અમિતાભ બચ્ચને, દીકરી શ્વેતા નંદાને જુહુમાં એક આલીશાન બંગલો ગિફ્ટ કર્યો છે. આ બંગલાની કિંમત કરોડો રૂપિયા છે. અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં ત્રણ આલીશાન બંગલા છે, જેમાંથી એક તેમણે તેમની પુત્રીને આપ્યો છે.
અમિતાભ બચ્ચન અને પત્ની જયા બચ્ચને તેમની પુત્રી શ્વેતા નંદાને મુંબઈના જુહુમાં ‘પ્રતીક્ષા’ નામનો બંગલો ગિફ્ટ કર્યો છે. વિઠ્ઠલનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો આ બંગલો 774 ચોરસ મીટર અને 890.47 ચોરસ મીટરના બે પ્લોટમાં ફેલાયેલો છે. જેની કુલ કિંમત 50.63 કરોડ રૂપિયા છે.
અહેવાલો અનુસાર, બંને પ્લોટના દસ્તાવેજો પર 8 નવેમ્બરના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને નોંધણી માટે 50.65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. જુહુ સ્થિત આ બંગલો, હવે શ્વેતા બચ્ચનના નામે થયો છે. શ્વેતા બચ્ચન નંદા એક કુશળ લેખિકા અને ઉદ્યોગસાહસિક છે. તેણે સૌથી વધુ વેચાતી નવલકથા, પેરેડાઇઝ ટાવર્સ લખી છે. તેમને બે બાળકો છે, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા.
અમિતાભ બચ્ચન, તેમની કારકિર્દીની શરૂઆતમાં ઘણા વર્ષો સુધી તેમના પરિવાર સાથે પ્રતિક્ષા માં રહેતા હતા. આ સિવાય તેમના જુહુમાં ‘જલસા’ અને ‘જનક’ નામના બે બંગલા છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે જલસા બંગલામાં રહે છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/વીરેન્દ્ર / ડો. હિતેશ
